યોગ શ્રુશ્ટિ અને તન્ત્ર.

શ્રુશ્ટિ આપણ ને સ્થુળરુપે દેખાય છે તે દેહ શ્રુશ્ટિ મા પણ નાક, કાન વગેરે સ્થુળરુપે દેખાય છે, પણ સુક્ષમ કરતા સુક્ષમ તત્વ  તેમા મહ્ત્વ નુ કામ કર્તુ હોય છે. તે સુક્ષમ તત્વ “પ્રાણ” ન હોય, તો તે સ્થુળ કાન કે નાક નક્કામા બની જાય છે. તે ની કોડી ની એ કિમંત નથી. એ સુક્ષ્મતત્વ પણ અત્યંત સુક્ષ્મતત્વ પાસે ઓછા ગણાય છે. એટ્લે કે પરાતત્વ “પરમેશ્વર” પાસે એ જીવાત્મા ગૌણ બની જાય છે. આ વાત સમજાય તો પંચતત્વ ની પ્રેરક પરાશક્તી મૂળ તો બિંદુ સ્વરુપે છે.

હવે આ બિંદુ એક્જ છે. તેમાથી બે થવાથી તેની ઈ્ચ્છા થતા એક માથી બે બિંદુ થયા. તે મૂળ બિંદુ ની ગતિમાથી બને તેથી તે બિંદુની ગતિનો માર્ગ નક્કી થતા બિંદુ એક્જ દિશામા ગતિ કરે તો સુરેખા બને, અને વક્ર દિશામા ગતિ કરે વર્તુળાદિ બને. મૂળ પરાબિંદુની વિભક્ત થવાની આ ક્રિયામાંથી અંડાકાર સુશ્ર્ટિ અને સુરેખામાંથી ત્રીકોણ બન્યુ. એ ત્રીકોણ પરાશકિતનુ આવાસસ્થાન કહેવાયુ.

મૂળ એક બિંદુ સ્વરુપમાથી બે ભાગ થતા એક ભાગ શિવ કહેવાયો ને બીજો ભાગ શકિત કહેવાયો. મૂળમા તો એક જ પરાશકિત ના ખજાનાનો તે ભાગ છે. તે અદ્વૅત તત્વ હ્તુ. તે માથી શિવ અને શકિતરુપે દ્વેત બન્યુ. એ બે બનતા તે શિવ ઍ ચિત્તશકિત કહેવાઈ અને શકિત હતી તે કલા ગણાય.

એટ્લે કે, શિવશકિત એક હતી તે ચિત્ત અને કલા સ્વરુપે હતી. ભિન્નતા થતા શિવ એટ્લે કે ચિત્તશકિત હતા ને જેની કામના[ઈચ્છા] થી એક બિંદુ ના બે થયા [એક મગ ની બે ફાડ થઈ) તે મૂળ સ્વરુપ કામબિંદુ કે કામરુપ કહે છે. તે ઈશ્વરરુપ ગણીએ તો તે કામેશ્વર ને કામેશ્વરીરુપે સંયુક્ત છે. શિવશકિત ગણાય છે.

આ બે બિંદુ રુપે ચિત્ત અને કલા સ્વરુપ થયુ, ત્યારે તેમાથી નાદ થયો. સહેજ તરંગ થયો, તે નાદ હકાર પણ ઉત્પન્ન થયો. કોઈ પદાર્થ [દા.ત વાયુ] શાંત સ્થિતિમાંથી ગતિમા આવે ત્યારે અવાજ[નાદ] થાય છે. તે રીતે બિંદુની ગતિ માથી આ મહાપ્રાણરુપ ‘હ’ રુપી નાદ થયો ને ગતિ રુપ બન્યો. તેને પણ કલા કહે છે. પણ તે શકિતની કલા હોઇ તેનૅ હ રુપી અર્ધ કલા કે હાર્ધ ક્લા કહે છે.

આ રીતે સુશ્ર્ટિસર્જન મા કે કોઈ સર્જનમા બિંદુના શિવ ‘ચિત્ત’, શકિત ‘કલા’ અને હાર્ધ કલા એટલા તત્વો કાર્યન્વિત બને છે. એ ક્રિયા સુરેખા ના ત્રિકોણ્ માથી બને છે.

આ સર્જન ક્રીયા થઈ. તે માથી પોતાના મૂળ સર્જક્ને શોધવાની પુનઃ પ્રેરણા થઈ. એ સાધનામાર્ગ કે સાધનાની કેડી થઈ.

યોગ અને તંત્ર.

સુશ્ર્ટિની વિવિધ લીલામા ભોગ ભોગવવાની ઈચ્છા થવી સ્વાભાવિક છે. પરંતુ મૂળતત્વ ને શોધવાની પ્રેરણા થતા કાચબો જેમ પોતાના અંગો સંકોરે છે તેમ જીવાત્મા પોતાની ઈન્દ્રિયો નો શોખ ઘટાડે છે, ને ઈન્દ્રિયોને મન તરફ અને મન ચિત્તવ્રુત્તિ તરફ પોતાની ગતી કરે છે. એ ગતિ ઊધ્વગતિ છે, પણ ચિત્ત અને બુધ્ધિ મનની પ્રેરણા થી ક્દાચ ઈન્દ્રીયોની લીલા કે સુખ તરફ લલચાય છે; અને તે લાલાચમાથી મન અને ચિત્ત રોક્વુ જરુરી છે. એ માટેની ક્રિયા ને ભારતીય પરિભાશા મા યોગ કહે છે. અને તેને યોગસૂત્રની ભાશા મા “ચિત્તવ્રુ નિરોધ” કહે છે. કોઈ પણ માર્ગથી ચિત્તની બિન જરુરી વુત્તિઓને અટકાવવી એ યોગ છે, તે નો હેતુ ઈશ્વર પ્રાપ્તિ છે.

તંત્રશાસ્ત્ર પણ આજ વાત કરે છે. ચિત્ત ને કાબુમા લઈ ઈંદ્રિયાદિ બાર આદિત્યોને ઊધ્વમાર્ગ વાળી ને જ્યોતદર્શન એ તંત્રપ્રક્રિયા હોઈ, તંત્રશાસ્ત્ર પણ યોગમાર્ગ જ છે. યોગમાર્ગનો પાયાના પથ્થર તંત્ર્શ સ્ત્રનો પણ પાયો બને છે, યોગમા જે શકિત પ્રાપ્ત થાય છે તે તંત્રમા પણ અક્ષરો [માતૃકા] ના બળ થી શકિત પ્રાપ્ત થાય છે.

કુંડલિનીના વિવિધ ચક્રોમા અમુક બીજાક્ષ્રરો દ્રારા ઊંધ્વીકરણ થાય છે, ને સાધના આગળ વધે છે, તેમ તંત્રશાસ્ત્રમા પણ માતૃકાના વિવિધ વર્ણો દ્રારા સાધક તેનો મંત્ર તરીકે ઉપયોગ કરી ને આગળ વધે છે.

આસન, પ્રાણાયામ, ષડ્ચક્ર સિદ્ધિ વગેરે યોગ ના અંગો મંત્રમા પણ વણાયેલા છે, અને તેથી તંત્રમાર્ગ એ પણ કુંડલિની સાધનાનો એક વિશિસ્ટ અનુભૂત માર્ગ છે.

સામન્ય નિયમ એવો છે કે સ્થુળમાથી સુક્ષમ તરફ જવાય, તે રીતે આ મંત્રવિધ્યા સ્તુળ અક્ષરોના વિશિસ્ટ સંયોજનથી સુક્ષમ તરફ ગતિ કરે છે. યોગ મા મૂળાધાર ચક્ર મૂળ પ્રુથ્વીતત્વ સાધન છે ને તે પછી તેમાથી ધીમે ધીમે ક્ર્મશઃઊધર્વ ભુમિકા એ જવાય છે. તંત્ર સાધ્ના પણ એજ માર્ગે જાય છે. વિશ્વકુંડ્લિની, દેહકુંડ્લિની ની યોગસાધના અને તંત્રમાર્ગની સાધના એકજ પરમતત્વ તરફ દોરી જનાર છે.

૧ મૂળાધાર [પ્રુથવીતત્વ] ૨ સ્વાધિશઠાન [જળતત્વ] ૩ મણિપુર તેજસ [અગ્નિતત્વ] ૪ અનાહ્ત [વાયુતત્વ] ૫ વિશુદ્ધ ચક્ર [આકાશ તત્વ] આ ચક્રસાધના મા પદ્માસન મૂળાધારથી ક્ર્મશઃ ઊધર્વ સાધના મા ઉપયોગી બને છે, આગ્યચ્ક્ર્ની પ્રથમ કરીને પાંચેય તત્વો ઉપર કાબુ મેળવવા સિદ્ધાસન વધારે ઉપયોગી બને છે, પદ્માસન મા દ્ર્શટી નાક તરફ રહે છે ને સિદ્ધાસનમા દ્ર્શટી બે ભ્રમર વચ્ચે રહે છે.

યોગમાર્ગની આવી પંચતત્વની સાધના ની પદ્ધતી તંત્ર સાધના મા પણ છે, મૂળાધાર થી ક્રમશઃ પ્રુથવી, જળ વગેરે પર કાબુ મેળવવાની ઊપાસના પદ્ધતી  કે ઊપાસનાક્રિયાને સંહારક્ર્મ પૂજા કહે છે અને તે ક્રમે પંચતત્વો ઉપર કાબુ મેળવાય છે.

આકાશ્તત્વ ઊપર પ્રથમ મેળવી ને ગૉણ પ્રુથવીતત્વ ઉપર છેલ્લે સાધના ક્રમે જવુ તેવી પદ્ધતી ને “સુશ્ર્ટિક્ર્મે તંત્રપૂજા” એવુ નામ અપાયુ છે વાસ્તવ મા મૂળગત રીતે યોગમર્ગ સંમપૂણ ભિન્ન નથી.

આ રીતે અક્ષરો નો યોગ્ય વિનીયોગ કરી તે, તે દેવનુ દેવત્વ અક્ષરો દ્રારા પ્રગટાવી તે દેયવત આપણા મા પ્રાપ્ત કરવાની આ એક પદ્ધતી છે.

તંત્ર સાધનામા એ મૂળતત્વોની સુક્ષ્મ સાધના હોવાથી તે કામક્લાની સાધના ગણાય છે, કારણ કે કામેશ્વરી કે કામેશ્વરરુપી મૂળ પરા શકિત કે પરમેશ્વરની જ એ સાધના છે, એટલે કુંડલિની આરધના કે કામક્લાની આરાધના યોગમાર્ગ કે તંત્રમાર્ગ એ બધા નામ નો મૂળ હેતુ તો ઈશ્વરપ્રાપ્તી જ છે ને તેના ક્ર્મશઃ પગલા લેવાય તો સિદ્ધિ ઝડપથી પ્રાપ્ત થાય છે.

Advertisements